Ditho suvidhi jinand stavan gujarati lyrics

Ditho suvidhi jinand stavan gujarati lyrics

દીઠો સુવિધિ જિણંદ, સમાધિ રસે ભર્યો, હો લાલ

ભાસ્યો આત્મસ્વરુપ, અનાદિનો વિસર્યો; હો લાલ

સકળ વિભાવ ઉપાધિ, થકી મને ઓસર્યો, હો લાલ

સત્તા સાધન માર્ગ ભણી એ સંચર્યો. હો લાલ||૧||

 

તુમ પ્રભુ જાણંગ રીતિ, સર્વ જગ દેખતાં, હો લાલ

નિજ સત્તાએ શુદ્ધ, સહુને લેખતાં; હો લાલ

 પર પરિણતિ અદ્વેષપણે, ઉવેખતાં, હો લાલ

ભોગ્યપણે નિજ શક્તિ, અનંત ગવેષતા. હો લાલ ||૨||

દાનાદિક નિજ ભાવ, હતા જે પરવશા, હો લાલ

તે નિજ સન્મુખ ભાવ, ગ્રહે લહી તુજ દશા; હો લાલ

 પ્રભુનો અદ્ભૂત યોગ, સ્વરુપ તણી રસા, હો લાલ

ભાસે વાસે તાસ, જાસ ગુણ તુજ જિસા. હો લાલ||૩||

મોહાદિકની ઘૂમી, અનાદિની ઊતરે, હો લાલ

અમલ અખંડ અલિપ્ત, સ્વભાવ જ સાંભરે; હો લાલ

તત્ત્વરમણ શુચિ ધ્યાન, ભણી જે આદરે, હો લાલ

તે સમતારસ ધામ, સ્વામી મુદ્રા વરે. હો લાલ.||૪||

 

પ્રભુ! છો ત્રિભુવન નાથ, દાસ હું છું તાહરો, હો લાલ

કરુણાનિધિ અભિલાષ, અછે મુજ એ ખરો; હો લાલ

 આતમ વસ્તુ સ્વભાવ, સદા મુજ સાંભરો, હો લાલ

ભાસન વાસન એહ, ચરણ ધ્યાને ધરો. હો લાલ||૫||

 

 પ્રભુ મુદ્રાને યોગ, પ્રભુ! પ્રભુતા લખે, હો લાલ

દ્રવ્ય તણે સાધર્મ્સ, સ્વસંપત્તિ ઓળખે; હો લાલ

ઓળખતા બહુમાન, સહિત રુચિ પણ વધે, હો લાલ

રુચિ અનુયાયી વીર્ય, ચરણ ધારા સધે. હો લાલ||૬||

 

 ક્ષાયોપશમિક ગુણ સર્વ, થયા તુજ ગુણ રસી, હો લાલ

 સત્તા સાધન શક્તિ, વ્યક્તતા ઉલ્લસી; હો લાલ

હવે સંપૂરણ સિદ્ધિ તણી શી વાર છે, હો લાલ

‘દેવચંદ્ર’ જિનરાજ, જગત આધાર છે. હો લાલ||૭||

Related Articles