Diti hi prabhu diti jagaguru stavan gujarati lyrics

Diti hi prabhu diti jagaguru stavan gujarati lyrics

દીઠી હો પ્રભુ દીઠી જગગુરુ તુજ રે,

મૂરતિ હો પ્રભુ મૂરતિ મોહનવેલડી જી;

મીઠી હો પ્રભુ મીઠી તાહરી વાણ રે,

હો પ્રભુ લાગે જૈસી શેલડીજી.||૧||

 

જાણું હો પ્રભુ જાણું જન્મ કયત્થ રે,

જો હું હો પ્રભુ જો હું તુમ સાથે મિલ્યોજી;

સુરમણિ હો પ્રભુ સુરમણિ પામ્યો હત્થ રે,

આંગણ હો પ્રભુ આંગણ મુજ સુરતરુ ફલ્યોજી.||૨||

 

જાગ્યા હો પ્રભુ જાગ્યા પુણ્ય અંકુર રે,

માંગ્યા હો પ્રભુ મુહ માંગ્યા પાસા ઢલ્યાજી;

વૂઠા હો પ્રભુ વૂઠા અમીરસ મેહ રે,

નાઠા હો પ્રભુ નાઠા અશુભ શુભ દિન વલ્યાજી.||૩||

 

ભૂખ્યાં હો પ્રભુ ભૂખ્યાં મળ્યાં ધૃતપૂર રે,

તરસ્યા હો પ્રભુ તરસ્યા દિવ્ય ઉદક મિલ્યાંજી;

થાક્યા હો પ્રભુ થાક્યા મળ્યા સુખપાલ રે;

ચાહતા હો પ્રભુ ચાહતા સજ્જન હેજે હલ્યાજી.||૪||

 

દીવો હો પ્રભુ દીવો, નિશા વન ગેહ રે;

શાખી હો પ્રભુ શાખી થળે, જળે નૌ મિલીજી,

કલિયુગે હો પ્રભુ કલિયુગે દુલહો તુજ રે;

દરિસણ હો પ્રભુ દરિસણ લહ્યું આશા ફળીજી.||૫||

 

વાચક હો પ્રભુ વાચક ‘યશ’ તુમ દાસ રે;

વિનવે હો પ્રભુ વિનવે અભિનંદન સુણોજી,

કદીયે હો પ્રભુ કદીયે મદેશો છેહ;

દેજો હો પ્રભુ દેજો સુખ દરિસન તણોજી.||૬||

Related Articles

Jeetbuzz

Jeetwin