Divas che charso gujarati lyrics

Divas che charso gujarati lyrics

દિવસ છે ચારસો ને ઋષભજીનો વારસો,

એવા મારા વરસીતપનાં પારણે પધારશો વૈશાખી

ત્રીજ તમે હૈયે અવધારજો… દિવસ છે…

નગરી નગરી દ્વારે-દ્રારે આદેશ્વરજી વિચર્યાંતા,

ખાલી ખાલી પાછા ફરતા ઉપવાસોને ઉચર્યાતા.

પહેલા તપસ્વી ઋષભજીને માનશો એવા વરસીતપનાં… (૧)

ઈક્ષુરસની બે હોઠે ઋષભજી સ્પર્ધા છે,

ત્યાર પછી આ શેરડી રસમાં પ્રેમ-અમીરસ વરસ્યા છે.

મધમીઠાં કળશોને વહેલા પધરાવશો,

એવા મારા વરસીતપનાં… (૨)

મેં તો મારા ઋષભજીનાં નામે પગલું માંડયું છે,

એક વરસને એક માસ આ નામ પ્રાણથી બાંધ્યું છે.

,શ્રેયાંસરાજા બની પારણું કરાવશો, એવા મારા વરસીતપનાં… (૩)

અક્ષયતૃતીયાનો આ દિવસ ભક્તિથી ભરપૂર છે,

થાય જો મારો વરસીતપ તો જન્મારો મંજૂર છે.

પારણું કરાવી પુણ્ય-ઉદય પ્રગટાવજો,

એવા મારા વરસીતપનાં… (૪)

Related Articles