દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો;
આરતી ઉતારણ બહુ ચિરંજીવો. દીવો ।।
સોહામણું ઘેર પર્વ દીવાળી. અંબર ખેલે અમરા બાળી. દીવો ।।
દીપાળ ભણે એણે કુળ અજવાળી,
ભાવે ભગતે વિઘન નિવારી. દીવો ।।
દીપાળ ભણે એણે એ કલિકાળે,
આરતી ઉતારી રાજા કુમારપાળે. દીવો ।।
અમ ઘેર મંગલિક તુમ ઘેર મંગલિક,
મંગલિક ચતુર્વિધ સંઘને હોજો. દીવો ।।