Dukh dohag dure tadya re stavan gujarati lyrics

Dukh dohag dure tadya re stavan gujarati lyrics

દુઃખ દોહગ દૂરે ટળ્યાં રે, સુખ સંપદશું ભેટ;

ધીંગ ધણી માથે કિયો રે, કુણ ગંજે નર ખેટ?

વિમલજિન! દીઠાં લોયણ આજ,‌મારા સિધ્યાં વાંછિત કાજ. ।।૧ ।।

ચરણ કમલ કમલા વસે રે,.નિર્મલ થિર પદ દેખ;

સમલ અથિર પદ પરિહરી રે, પંકજ પામર પેખ.||૨||

 

મુજ મન તુજ પદ પંકજે રે, લીનો ગુણ મકરંદ;

રંક ગણે મંદર ધરા રે,‌‌ ઇંદ ચંદ નાગિંદ.||૩||

સાહિબ સમરથ તું ધણી રે, પામ્યો પરમ ઉદાર;

મન વિસરામી વાલહોરે, આતમચો આધાર.||૪||

 

દરિસણ દીઠે જિનતણું રે, સંશય ન રહેવેધ;

દિનકર કરભર પ્રસરતા રે, અંધકાર પ્રતિષેધ.||૫||

અમીય ભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કોય;

શાંત સુધારસ ઝીલતી રે, નીરખત તૃપ્તિ ન હોય. ||૬||

એક સેવક તણી રે, અવધારો જિનદેવ;

કૃપા કરી મુજ દીજિયે રે, “આનંદઘન’ પદ.||૭||

Related Articles