Ek var bolo mara nath stavan gujarati lyrics

Ek var bolo mara nath stavan gujarati lyrics

એકવાર બોલો મારાં અબોલડાં શાનાં લીધાં છે રાજ…

શાના લીધાં છે (૨) હૈયામાં રહી ગઈ હામ.॥१॥

 

સમુદ્રવિજય કુલદીપક,

પ્રભુજી શિવાદેવી કેરા નંદ. ॥२॥

 

આઠ ભવોની પ્રીત ગયા ચૂકી,

નવમેં વિસાર્યા કા નેમ. ॥३॥

 

જન જોડીને પ્રભુ જગતે આવ્યા,

સાથે મોરારિ ને લાવ્યા. ॥४॥

 

રાજુલ ત્યાગી ગયા ગિરનાર,

પશુડાંનાં સુણી પોકાર. ॥५॥

 

સયમ લઈ પ્રભુ મોક્ષે સિધાવ્યાં,

આવાગમન નિવાર. ||६॥

 

રાજુલ રાણી પ્રીત પુરાની,

મળ્યા જઈ મોક્ષને દ્વાર. ॥७॥

 

“માનવિજય” કહે વંદના હમારી,

આ ભવ પાર ઉતાર.॥८॥

Related Articles

Jeetbuzz

Jeetwin