Ekvisma Jin aaglegi stavan gujarati lyrics

Ekvisma Jin aaglegi stavan gujarati lyrics

એકવીસમા જિન આગલેજી, અરજ કરું કરજોડ;

આઠ અરિએ મુજ બાંધિયોજી, તે ભવ બંધન તોડ; પ્રભુજી!

પ્રેમ ધરીને આજ, અવધારો અરદાસ.

એ અરિથી અળગા રહ્યાજી, અવર ન દીસે દેવ;

તો કિમ તેહને યાચીએજી, કિમ કરું તેહની સેવ.

વિલાસ વિનોદમાંજી, લીન રહે સુર જેહ;

આપે અરિંગણ વશ પડ્યાજી, અવર ઉગારે કિમ તેહ.

છત હોય તિહાં યાચીએજી, અછતે કિમ સરે કાજ?

યોગ્યતા વિણ જાંચતાંજી, પોતે ગુમાવે લાજ.

નિશ્ચય છે મન માહરેજી, તુજથી પામીશ પાર;

પણ ભૂખ્યો ભોજન સમેજી, ભાણે ન ટકે લગાર.

તે માટે કહું તુમ ભણીજી, વેગે કીજે સાર;

આખર તુમહિ જ આપશોજી, તો શી કરો હવે વાર.

મોટાના મનમાં નહીંજી, અર્થી ઉતાવળો થાય;

શ્રી ખિમાવિજય ગુરુનામથીજી, જગ ‘જશ’ વાંછિત થાય

Related Articles

× CLICK HERE TO REGISTER