ગઢ ગિરનારે જઈ રહ્યા રે, યાદવ નેમકુમાર;
વિરહ વચન ઈશ્યા, રાજીમતી તવ નાર;
સુણજો સૈયરો રે વહાલા… મુજ હૈયાના હાર.||૧||
પગલા પિયુના પંખી જડી જડી, લાગી રે નયણા;
તીખા તીર જટ પટ, લાગી રે મહાણા.||૨||
તોરણ આવ્યા નેમજી રે, પાછા વળ્યા કેમ;
કપટ કર્યું પરણ્યાતણું રે, બાજીગર પરે જેમ.||૩||
કરુણા કીધી પંખિયા તણી રે, નવ કીધી મુજ સાર;
તો પણ સાચી પતિવ્રતા રે, તેહીજ તારી નાર.||૪||
અષ્ટ ભવાંતર નેહલો રે, નવમે ભવે દીધો છેહ;
કેડ ન છોડું તાહરો રે, જેમ છાયાને દેહ.||૫||
એમ કહેતી પહોતિ પિયા રે, પિયું પાસે લિયે દીક્ષા;
રહનેમી પણ બુઝવ્યા રે, દેઈ હિતની શિક્ષા.||૬||