Gad girnare rahi Jaya re stavan gujarati lyrics

Gad girnare rahi Jaya re stavan gujarati lyrics

ગઢ ગિરનારે જઈ રહ્યા રે, યાદવ નેમકુમાર;

વિરહ વચન ઈશ્યા, રાજીમતી તવ નાર;

સુણજો સૈયરો રે વહાલા… મુજ હૈયાના હાર.

પગલા પિયુના પંખી જડી જડી, લાગી રે નયણા;

તીખા તીર જટ પટ, લાગી રે મહાણા.

તોરણ આવ્યા નેમજી રે, પાછા વળ્યા કેમ;

કપટ કર્યું પરણ્યાતણું રે, બાજીગર પરે જેમ.

કરુણા કીધી પંખિયા તણી રે, નવ કીધી મુજ સાર;

તો પણ સાચી પતિવ્રતા રે, તેહીજ તારી નાર.

અષ્ટ ભવાંતર નેહલો રે, નવમે ભવે દીધો છેહ;

કેડ ન છોડું તાહરો રે, જેમ છાયાને દેહ.

એમ કહેતી પહોતિ પિયા રે, પિયું પાસે લિયે દીક્ષા;

રહનેમી પણ બુઝવ્યા રે, દેઈ હિતની શિક્ષા.

યાદવ કુલ ચૂડામણિ રે, ધન ધન રાજુલ નેમ;

‘જ્ઞાનવિમલ” કહે એહનો રે, સાચો પૂરણ પ્રેમ.

Related Articles

× CLICK HERE TO REGISTER