ગમે તે સ્વરૂપે, ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન.. પ્રભુ મારા વંદન..
ભલે ના નિહાળું, નજરથી તમોને મળે ગુણ તમારા,
સફળ મારું જીવન ગમે તે સ્વરૂપે…
જનમ જો અસંખ્ય મળ્યા તે ગુમાવ્યા, ન કર્યો ધર્મ કે..
તમોને સંભાર્યા હવે આ જીવન માં, કરું હું વિનંતી,
તમે તો, તૂટે મારા બંધન ગમે તે સ્વરૂપે…
મને હોંશ એવી.. ઉજાળું જગતને,
મળે જો કિરણ મારા.. મનના દિપકને
તેથી તેજ આપો.. જલાવું હું જયોતિ
અમરપંથે સહુ ને.. કરાવે તું દર્શન
ગમે તે સ્વરૂપે…