ગિરુઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે;
સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિર્મલ થાયે કાયા રે.||૧||
તુમ ગુણગણ ગંગાજળે, હું ઝીલીને નિર્મલ થાઉં રે;
અવર ન ધંધો આદરું, નિશદિન તોરા ગુણ ગાઉં રે.||૨||
ઝીલ્યા જે ગંગાજળે, તે છિલ્લર જળ નવિ પેસે રે;
જે માલતી ફૂલે મોહિયા, તે બાવળ જઈ નવિ બેસે રે.||૩||
એમ અમે તુમ ગુણ ગોઠશું, રંગે રાચ્યા ને વળી માચ્યા રે;
તે કેમ પરસુર આદરે? જે પરનારી વશ રાચ્યા રે.||૪||