જ્ઞાન અનંતુ તાહરે રે, દરિશન તાહરે અનંત;
સુખ અનંતમય સાહિબા રે, વીર્ય પણ ઉલસ્યું અનંત.
અનંત જિન! આપજો રે, મુજ એહ અનંતા ચાર;
મુજને નહિ અવરશ્યું પ્યાર, તુજને આપતાં શી વાર.
એહ છે તુજ યશનો ઠાર…||૧||
આપ ખજાનો ન ખોલવો રે, પણ નહિ મિલવાની ચિંતા;
માહરે પોતે છે સવે રે, પણ વિચે આવરણની ભીંત. અનંત૦।|૨।।
તપ જપ કિરિયા મોગરે રે, ભાંજી પણ ભાંગી ન જાય;
એક તુજ આણા લહે થકે રે, હેલામાં પરહી થાય.અનંત૦ ।।૩।।
નિજ માતા મરુદેવીને રે, ઋષભે ક્ષણમાં દીધ;
આપ પરાયું વિચારતાં રે, ઈમ કિમ વીતરાગતા સિદ્ધ. અનંત૦ ॥૪॥
માટે તસ અરથિયા રે, પ્રાર્થે જે કોઈ લોક;
તેહને આપો આંફણી રે, તિહાં ન ઘટે કરાવવી ટોક. અનંત૦ ।।૫।।
તેહને તેહનું આપવું રે, તિહાં શો ઊપજે છે ખેદ;
પ્રાર્થના કરતે તાહરે રે, પ્રભુતાઈનો પણ નહિ છેદ. અનંત૦ા|૬॥