જ્ઞાનાદિક ગુણ સંપદા રે, તુજ અનંત અપાર;
તે સાંભળતાં ઉપની રે, રૂચી તેણે પાર ઉતાર,
અજિત જિન તારજો રે, તારજો દીનદયાળ.||૧||
જે જે કારણ જેહનું રે, સામગ્રી સંયોગ;
મળતાં કારજ નિપજે રે, કર્તા તણે પ્રયોગ.||૨||
કાર્યસિદ્ધિ કર્તા વસુ રે, લહિ કારણ સંયોગ;
નિજપદ કારક, પ્રભુ મિલ્યા રે, હોય નિમિત્ત ભોગ.||૩||
અજકુલ ગત કેસરી નિજપદ સિંહ નિહાળ;
તિમ પ્રભુ ભક્તે ભવિ લહે રે, આતમ શક્તિ સંભાળ.||૪||
કારણ પદ કર્તા પણે રે, કરી આરોપ અભેદ;
નિજ પદ અર્થી પ્રભુ થકી રે, કરે અનેક ઉમેદ.||૫||
એહવા પરમાતમ પ્રભુ રે, પરમાનંદ સ્વરુપ;
સ્યાદ્વાદ સત્તા રસી રે, અમલ અખંડ અનૂપ.||૬||
આરોપિત સુખ ભ્રમ ટલ્યો રે, ભાસ્યો અવ્યાબાધ;
સમર્યું અભિલાષીપણું રે, કર્તા સાધન સાધ્ય.||૭||
ગ્રાહકતા સ્વામિત્વતા રે, વ્યાપક ભોક્તા ભાવ;
કારનતા કારજદસા રે, સકલ ગ્રહુ નિજ ભાવ;||૮||
શ્રદ્ધા ભાસન રમણતા રે, દાનાદિક પરિણામ;
સકલ થયા સત્તારસી રે, જિનવર દરિસણ પામ.||૯||