જ્ઞાની વિણ કિણ આગળ કહીએ,
મનકી મન મેં જાણી રહીએ. ।।૧।।
ભૂંડી લાગે જણ-જણ આગે,
કહેતાં કાંઈ ન વેદન ભાગે હો. ।। ૨ ।।
અપનો ભરમ ગમાવે સાજન,
પરજન કામ ન આવે હો.||૩||
દુર્જન હોઈ સુપરે કરે હાસા,
જાણી પડ્યા મુંહ-માંગ્યા પાસા હો. ॥૪॥
તાથે મૌન ભલું મન આણી,
ધરી મન ધીર રહે નિજ પાણી હો.||૫||