હાંરે નિરખી નિરખી તુજ બિંબને રે,
હુયેં મન્ન; સુપાર્શ્વ સોહામણા રે… (૨ વાર)
નિર્વિકારતા નયનામાં ને, મુખડું સદા સુપ્રસન્ન;
સુપાર્શ્વ સોહામણા રે… (૨ વાર)
ભાવ અવસ્થા સાંભરે, પ્રાતિહારજની શોભા;
કોડિ ગમે દેવા સેવા રે, કરતાં મૂકી લોભ હાંરે નિરખી…
લોકા-લોકના સવિ ભાવા, પ્રતિભાસે પરતક્ષ રે;
તોહે ન રાચે નવિ રુસેં રે,
નવિ અવિરતિનો પક્ષ રે હાંરે નિરખી…
હાસ્ય ન રતિ અરતિ નહીં, નહીં ભય શોક દુગંછ રે;
નહી કંદર્પ કદર્થના રે, નહીં ભય અંતરાયનો સંચ હાંરે નિરખી…
મોહ મિથ્યાત્વ નિદ્રા ગઈ, નાઠાં દોષ અઢાર રે;
ચોત્રીશ અતિશય રાજતો રે, મૂલાતિશય ચાર રે હાંરે નિરખી…
પાંત્રીશ વાણી ગુણે કરી, દેતો ભવિ ઉપદેશ રે;
ઈમ તુજ બિંબે તાહરો રે, ભેદનો નહિ લવલેશ હાંરે નિરખી…
રુપથી પ્રભુ ગુણ સાંભરે રે, ધ્યાન રૂપસ્થ વિચાર રે;
માનવિજય વાચક વદે રે, જિન પ્રતિમા હાંરે નિરખી…