વાદળ ઝાકળ વૃક્ષ અને જળ કૂલ રમે છે રાસ,
ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો નાથ…
ઇંટ ચૂનાનું મંદિર બાંધ્યું, એવું ભલેને માનો,
તમને વ્હાલા ના પધરાવું, તો હુ સેવક શાનો?
લાગણીઓના દ્વાર ખૂલ્યા છે લંબાવ્યા મેં હાથ, ઉજળા ઉજળા…
તું ના આવે તો મનમંદિર, સૂનું સૂનું ભાસે,
તું જો આવે તો મંદિરમાં, રોજ દિવાળી થાશે,
હૈયું મારું વાટ જુએ છે સાંભળજો ને સાદ, ઉજળા ઉજળા…
આંખ મીચું કે ઉઘાડી રાખું, તમારું દર્શન થાતું
છો ને આવે દુઃખ હજારો, તમને રાજી રાખું,
પ્રભુ તમારી નેહ નજરથી, ‘ઉદય’ થશે રળિયાત, ઉજળા ઉજળા…