હે પ્રભુ હે પ્રભુ, ખુબ ચાહું તને
આપ દુરે રહો, એ ન ફાવે મને… હે પ્રભુ હે પ્રભુ…
આંખ શ્યામલ પ્રભુ, ને ગુલાબી ગાલ છે.
આભમાં વાદળા, એટલું વ્હાલ છે
નાથ જોવા તને, દેવો પણ થનગને,
આપ દુરે રહો, એ ન ફાવે મને હૈ પ્રભુ હે પ્રભુ…
તારા હોઠે પ્રભુ, સ્મિત એવું વસે,
ફૂલ પણ જોઇને, ખુબ મીઠું હસે
ધૂપ કહે નાથ મને, આપ રાખો કને,
આપ દુરે રહો, એ ન ફાવે મને હે પ્રભુ હે પ્રભુ…
તારા શ્વાસોની, સુગંધને માણતા,
એટલે ફૂલ…શરમાઈ રાતા થતા
કૂલ કહે નાથ અમે, છોડ્યું મધુવનને,
આપ દુરે રહો, એ ન ફાવે મને હે પ્રભુ હે પ્રભુ…