હે ત્રિશલાના ઝાયા માંગુ તારી માયા,
ઘેરી વળ્યા છે મુજને મારા(૨ વાર),
પાપોના પડછાયા હે ત્રિશલાના ઝાયા…
બાકુડાના ભોજન દઇને,
ચંદનબાળા તારી(૨ વાર) ચંડકોશીકના ઝેર ઉતારી,
એને લીધો ઉગારી(૨ વાર)
રોહિણી જેવા ચોર લુટારા(૨ વાર),
તુજ પંથે પલટાયા હે ત્રિશલાના ઝાયા…
જુદા થઈને પુત્રી જમાઈ,
કેવો વિરોધ કરતા(૨ વાર)
ગાળો દે ગોષાળો તોયે, દિલમાં સમતા ધરતાં(૨ વાર)
ઝેર ઘુંટડા ગળી જઈને(૨ વાર),
પ્રેમના અમૃત પાયા હે ત્રિશલાના ઝાયા…
સુલસા જેવી શ્રાવિકાને,
કરુણા આણી સંભારી(ર વાર)
વિનવું છું હે ! મહાવીર સ્વામી,
લેશો નહિ વિસારી(ર વાર)
સળગંતા સંસારે દેજો(૨ વાર),
સુખની શીતળ છાયા હે ત્રિશલાના ઝાયા…