હું તો પામ્યો પ્રભુના પાય રે,આણ ન લોપું રે;
હું તો સાંભળી પ્રભુજીનાં વેણ રે, કાનમાં રોપું રે.||૧||
જનમ-મરણના ફેરા ફરતાં, મેં તો ધ્યાયા ન દેવાધિદેવા રે;
કુગુરુ કુશાસ્ત્ર તણા ઉપદેશે, પામી નહીં પ્રભુ સેવા રે.||૨||
કનક કથીરનો ભેદ ન જાણ્યો, કાચ મણિ સમ તોલ્યાં રે;
વિવેકતણી મેં વાત ન જાણી, વિષ અમૃત કરી ઘોલ્યાં રે.||૩||
સમકિતનો લવલેશ ન સમજ્યો, હું તો મિથ્યાત્વમાં ખૂંચ્યો રે;
પાપ તણા પંથે પરિવરિયો, વિષયે કરી વિલુદ્ધો રે.||૪||
કોઈક પૂરવ પુણ્ય સંયોગે, આરજ કુળે અવતરિયો રે;
આદીશ્વર સાહિબ મુજ મલિયો, તારક ભવજલ તરિયો રે.||૫||