Hu to pamyo prabhuna stavan gujarati lyrics

Hu to pamyo prabhuna stavan gujarati lyrics

હું તો પામ્યો પ્રભુના પાય રે,આણ ન લોપું રે;

હું તો સાંભળી પ્રભુજીનાં વેણ રે, કાનમાં રોપું રે.

જનમ-મરણના ફેરા ફરતાં, મેં તો ધ્યાયા ન દેવાધિદેવા રે;

કુગુરુ કુશાસ્ત્ર તણા ઉપદેશે, પામી નહીં પ્રભુ સેવા રે.

કનક કથીરનો ભેદ ન જાણ્યો, કાચ મણિ સમ તોલ્યાં રે;

વિવેકતણી મેં વાત ન જાણી, વિષ અમૃત કરી ઘોલ્યાં રે.

સમકિતનો લવલેશ ન સમજ્યો, હું તો મિથ્યાત્વમાં ખૂંચ્યો રે;

પાપ તણા પંથે પરિવરિયો, વિષયે કરી વિલુદ્ધો રે.

કોઈક પૂરવ પુણ્ય સંયોગે, આરજ કુળે અવતરિયો રે;

આદીશ્વર સાહિબ મુજ મલિયો, તારક ભવજલ તરિયો રે.

આટલા દિન મેં વાત ન જાણી, તુજથી રહ્યો હું અળગો રે;

“ઉદયરત્ન’ કહે આજ થકી હું, તારે પાયે વળગો રે.

Related Articles

× CLICK HERE TO REGISTER