હું તો શત્રુંજય નદીની પાસે, જાઉં જળ ભરવા,
મારા હૈયે હરખ ન માય, જાઉં જળ ભરવા,
શીર ઉપર ઈંઢોણી બેડલું, જાઉ જળ ભરવા રે..જાઉં જળ ભરવા…
હું તો શત્રુંજય નદીની પાસે.. હું તો૦॥૧॥
મનડું નાચે, તનર્ડું નાચે,
પહેરી પટોળું અંગ – અંગ નાચે, નાચે-નાચે મનડું નાચે..
મારું હૈયું કરે કલશોર, જાઉં જળ ભરવા..
અભિષેક કરવા,દાદાને ભેટવા, હું તો૦॥ર॥
આદિ જિણંદા, પ્યારા મુણીદા,
એના અભિષેક કરવા ચાલી, કરવા ચાલી, આદિ જિણંદા..
મારા ઝાંઝર કરે ઝણકાર, જાઉં જળ ભરવા..
અભિષેક કરવા, દાદાને ભેટવા… હું તો૦॥૩॥