હું તો શેત્રુંજી નદીની પાસે જાઉં જળ
ભરવા મારાં હૈયે હરખ ન માય જાઉં જળ ભરવા…
શીર પર ઈંઢોણી બેડલું જાઉં જળ ભરવા રે,
જાઉં જળ ભરવા…
હું તો શેત્રુંજી નદીની પાસ જાઉં જળ
ભરવા મારાં હૈયે હરખ ન માય જાઉં જળ ભરવા…
મનડું નાચે તનડું નાચે પહેરી પટોળું અંગ
અંગ નાચે નાચે નાચે મનડું નાચે મારું હૈયું
કરે કલશોર જાઉં જળ ભરવા…
હું તો શેત્રુંજી નદીની પાસે જાઉં જળ
ભરવા મારાં હૈયે હરખ ન માય