જગ જનમન રંજે રે, મન્મથ બલ ભંજે રે;
નવિ રાગ નવિ દોષ, તું અંજે ચિત્તશ્યું રે.||૧||
શિર છત્ર બિરાજે રે, દેવદુંદુભિ બાજે રે;
ઠકુરાઈ ઈમ છાજે રે, તો ભી અકિંચનો રે.||૨||
થિરતા ધૃતિ સારી રે, વરી સમતા નારી રે;
બ્રહ્મચારી શિરોમણિ રે, તો પણ તું સુણ્યો રે.||૩||
ન ધરે ભવ રંગો રે, નવિ દોષ આસંગો રે;
મૃગલંછન ચંગો રે, તો પણ તું સહી રે.||૪||