ઝગમગતા તારલાનું દેરાસર હોજો,
એમાં મારા પ્રભુજી ની પ્રતિમા હોજો,
સુંદર સોહામણાનું દેરાસર હો જો ઝગમગતા…
અમે અમારાં પ્રભુજીને ફૂલો થી સજાવીશું,
કૂલો ના મળે તો અમે કળીઓથી સજાવીશું,
કળીઓ થી સુંદર ડમરો હોશે.. એમાં મારા.. ઝગમગતા…
અમે અમારાં પ્રભુજી ને સોનાથી સજાવીશું.
સોનું ના મળે તો અમે રૂપાથી સજાવીશું,
રૂપા થી હિરલા હોશે.. એમાં મારા.. ઝગમગતા…
અમે અમારા પ્રભુજીને મંદિર માં પધરાવિશુ
મંદિર પધરાવી.. અમે હૃદયમાં પધરાવીશું,
હૃદય સિંહાસન બેસણા હોજો.. એમાં મારા.. ઝગમગતા…