જગત દિવાકર જગત કૃપાનિધિ, વાહલા મારા! સમવસરણમાં બેઠાંરે;
ચૌમુખ ચઉવિહ ધર્મ પ્રકાશે, તે મેં નયણે દીઠા રે.
ભવિક જન હરખો રે, નિરખી શાંતિ જિણંદ;
ઉપશમ રસનો કંદ, નહિ ઈણ સરખો રે. ॥੧॥
પ્રાતિહાર્ય અતિશય શોભા, વા૦મા૦ તે તો કહિય ન જાવે રે;
ઘૂક બાલથી રવિ કર ભરનું, વર્ણન કિણુ પર થાવે રે. ५०॥२॥
વાણી ગુણ પાંત્રીશ અનોપમ, વા૦મા૦ અવિસંવાદ સરુપે રે;
ભવદુઃખ વારણ શિવસુખ કારણ, શુદ્ધ ધર્મ પ્રરુપે રે. ભ૦||૩||
દક્ષિણ પશ્ચિમ ઉત્તર દિશિમુખ, વા૦મા૦ ઠવણા જિન ઉપગારી રે;
તસુ આલંબન લહિય અનેકે, તિહાં થયા સમકિત ધારી રે. ભ૦||૪॥
ષટ નય કારજ રુપે ઠવણા, વા૦મા૦ સગ નય કારણ ઠાણી રે;
નિમિત્ત સમાન થાપના જિનજી, એ આગમની વાણી રે. ભ૦િ।।૫।।
સાધક તીન નિક્ષેપા મુખ્ય, વા૦મા૦ જે વિણુભાવ ન લહિયે રે;
ઉપગારી દુગ ભાષ્યે ભાખ્યા, ભાવ વંદકનો ગ્રહીયે રે. ભ૦।।૬।।
ઠવણા સમવસરણ જિન સેંતી, વા૦મા૦ જો અભેદતા વાધી રે;
એ આત્માના સ્વ સ્વભાવ ગુણ, વ્યક્ત યોગ્યતા સાધી રે. ભ૦।।૭।।