જગચિંતામણિ જગગુરુ, જગત શરણ આધાર લાલ રે;
અઢાર કોડાકોડી સાગરે, ધરમ ચલાવણહાર લાલ રે. જગ૦ ।।૧ ।।
અષાઢ વદિ ચોથે પ્રભુજી, સ્વર્ગથી લીયે અવતાર લાલ રે;
ચૈતર વદિ આઠમ દિને, જનમ્યા જગદાધાર લાલ રે.||૨||
પાંચસે ધનુષની દેહડી, સોવન વરણ શરીર લાલ રે;
ચૈતર વદિ આઠમ લીયે, સંજમ મહાવડવીર લાલ રે.||૩||
ફાગુણ વદિ ઈગ્યારસેં, પામ્યા પંચમ નાણ લાલ રે;
મહા વદિ તેરસે શિવવર્યા,
જોગ નિરોધ કરી જાણ લાલ રે. જગ૦ ।।૪।।