જગજીવન જગવાલહો, મરુદેવીનો નંદ લાલ રે,
દીઠે સુખ ઊપજે, દરિશન અતિહિ આનંદ લાલ રે. ॥੧॥
મુખ આંખડી અમ્બુજ પાંખડી, અષ્ટમી શશિ સમ ભાલ લાલ રે;
વદન તે ચંદલો, વાણી અતિહિ રસાલ લાલ રે. ॥२॥
લક્ષણ અંગે વિરાજતાં, અડહિય સહસ ઉદાર લાલ રે;
રેખા કર ચરણાદિકે, અભ્યંતર નહિ પાર લાલ રે.||૩||
ઇન્દ્ર ચન્દ્ર રવિ ગિરિ તણાં, ગુણ લહી ઘડીયું અંગ લાલ રે;
ભાગ્ય કિહાં થકી આવીયું, અચરિજ એહ ઉત્તુંગ લાલ રે. ॥४॥