જગપતિ તું તો દેવાધિદેવ! દાસનો દાસ હું તાહરો;
જગપતિ તારક તું કિરતાર, મનમોહન પ્રભુ! માહરો.||૧||
જગપતિ તાહરે ભક્ત અનેક, માહરે એક જ તું ઘણી;
જગપતિ વીરમાં તું મહાવીર, મૂરતિ તાહરી સોહામણી.||૨||
જગપતિ ત્રિશલારાણીનો તું તનુ, ગંધાર બંદરે ગાજીઓ;
જગપતિ સિદ્ધારથ કુલ શણગાર, રાજરાજેશ્વર રાજિયો.||૩||
જગપતિ ભક્તોની ભાંગે તું ભીડ, પીડ પરાઈ પ્રભુ પારખે;
જગપતિ તુંહિ અગમ અપાર,
સમજ્યો ન જાએ મુજ સારિખે. ||૪ ||