જઈને રહેજો મારા વાલાજી રે, શ્રી ગિરનારની ગોખમાં;
જઈને૦ અમે પણ તિહાં આવશું મારા વાલાજી રે,
જિહાંરે પામીશું જોગ. ।।૧।।
જાન લઈ જૂનાગઢે, મારા૦ આવ્યા તોરણ આપ; જઈને૦
પશુડા પેખી પાછા વળ્યા, મારા૦ જાતા ન દીધો જવાબ. ॥२॥
સુંદર આપણે સાહિબા, મારા૦ જોતા નહિ મલે જોડ; જઈને૦
બોલ્યાઅણબોલ્યા કરે, મારા૦ શી વાતે તમને ખોડ.॥३॥
હું રાગી તું વૈરાગી, મારા૦ જગમાં જાણે સહુ કોઈ; જઈને૦
રાગી તો લાગી રહે, મારા૦ વૈરાગી રાગી ન હોય.||૪||
વર બીજો હું નવિ વરું, મારા૦ સઘળા મેલી સંવાદ;
જઈને૦ મોહનિયાને જઈ મલું, મારા૦ મોટા સાથે શો વાદ.||૫||
ગઢ તો એક ગિરનાર છે, મારા૦ નાથ એક શ્રી નેમ;
જઈને૦ રમણી એક રાજીમતી, મારા૦ પૂરો પાડ્યો જેણે પ્રેમ. ॥६॥