જય જય આરતિ માણિભદ્ર ઈન્દ્રા, બાવન વીર શીર મુગટ જડીંદ્રા…
તપગચ્છ અધિષ્ઠાયક વિખ્યાતા અતિય વિઘન દુ:ખ હરો વિધાતા…
તુમ સેવકનાં સંકટ ચુરો, મન વંછિત સુખ સંપદા પૂરો…
ખડગ ત્રિશૂલ ડમરુ ગાજે, મૃગદલ અંકુશ નાગ વિરાજે…
ષટ્ ભૂજા ગજ વાહન સુંદર, લોઢી પોશાલ સંઘ વૃદ્ધિ પુરંદર…
વિનયે શ્રી આણંદ સુરિધીર, આશા પૂરા મગરવાડિયા
આશા પૂરા ઉજ્જનીયા વીર, આશા પૂરા આગલોડીયા વીર…