જય જય આરતી આદિ જિણંદા, નાભિરાયા મરૂદેવીકો નંદા. જય ૦
પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લ્હાવો લીજે. જય૦
દૂસરી આરતી દીન દયાળા, ધુળેવી મંડપમાં જગ અજવાળા. જય૰
તીસરી આરતી ત્રિભુવન દેવા, સુરનર ઇન્દ્ર કરે તોરી સેવા. જય૦
ચોથી આરતી ચઉગતિ ચૂરે, મનવાંછિત ફળ શિવસુખ પૂરે. જય.
પંચમી આરતી પુણ્ય ઉપાયા, મૂળચંદે ઋષભ ગુણ ગાયા. જય૦