જય! જય! જય! પાસ જિણંદા…
અંતરીક્ષ ત્રિભુવન તારક, ભવિક કમલ-ઉલ્લાસ દિણંદા. ।।૧ ।।
તેરે ચરણ શરણ મેં કીનો, તુમ બિન કુન તોડે ભવફંદા;
પરમ પુરુષ પરમારથદર્શી, તું દિયે ભવિકકું પરમાનંદા. ॥२॥
તું નાયક તું શિવસુખદાયક, તું હિતચિંતક, તું સુખકંદા;
તું જનરંજન, તું ભવભંજન, તું કેવલ કમલા-ગોવિંદા. ॥3॥
કોડી દેવ મિલકે કર ન શકે, એક અંગૂઠ રૂપ પ્રતિછંદા;
ઐસો અદ્ભુત રુપ તિહારો, વરસત માનું અમૃત કે બુંદા. ॥४॥
મન મધુકર કે મોહન, તુમ હો વિમલ સદલ અરવિંદા;
નયન ચકોર વિલાસ કરત હૈ, દેખત તુમ મુખ પૂનમચંદા. ॥੫॥