ઝૂલે મહાવીરજી ખેલે મહાવીરજી ઝીણી ઝીણી ઘૂઘરીઓ ગાવે
રુડ઼ાં પારણિયે રમે દેવદેવીઓને ગમે મોંઘા મહેલોમાં
બાળપણ વીતાવે ઝૂલે મહાવીરજી…
ફૂલની પથારીમાં પોડ઼ે છે પ્રેમથી દેવતાઓ ગીતો
સંભળાવે અંગૂઠે અમૃતનો આનંદ એ લે છે
ત્રિશલાજી પારણે ઝુલાવે રુડાં
ચાંદલિયો આંખોમાં શીતલતા આંજે છે સૂરજનું
તેજ છે કપાળે હોઠ તો હંમેશ હસે, ગાલે ગુલાલ
વસે સૌને બાંધે છે પ્રેમજાળે રુડાં પારણિયે…