જિનજી ત્રેવીશમો જિન પાસ કે,
આશ મુજ પૂરવેરે લો, માહરા નાથજી રે લો૦
જિનજી ઈહભવ પરભવ દુઃખ, દોહગ સવિ ચૂરવે રે લો;મા૦
જિ૦ આઠ પ્રાતિહાર્યશું, તું જયો રે લો, મા૦
જિ૦ તાહરા વૃક્ષ અશોકથી, શોક દૂરે ગયો રે લો, મા૦. ॥१॥
જિ૦ જાનુ પ્રમાણ ગીર્વાણ, કુસુમ વૃષ્ટિ કરે રે લો,
મા૦ જિ૦ દિવ્યધ્વનિ સુર પુરે કે, વાંસલીયે સ્વરે રે લો;
મા૦ જિ૦ ચામર કેરી હાર ચલંતી, એમ કહે રે લો,
મા૦ જિ૦ જે નમે અમ પરે તે ભવી, ઉર્ધ્વગતિ લહે રે લો, મા૦. ।।૧||
જિ૦ પાદપીઠ સિંહાસન, વ્યંતર વિરચીયે રે લો,
મા૦ જિ૦ તિહાં બેસી જિનરાજ, ભવિક દેશના દીયે રે લો,
મા૦ જિ૦ ભામંડલ શિર પૂંઠે, સૂર્ય પરે તપે રે લો,
મા૦ જિ૦ નિરખી હરખે જેહ, તેહના પાતક ખપે રે લો, મા૦.||૩||
જિ0 દેવદુંદિભિનો નાદ, ગંભીર ગાજે ઘણો રે લો,
મા૦ જિ૦ ત્રણ છત્ર કહે તુજ કે, ત્રિભુવન પતિપણો રે લો;
મા૦ જિ૦ એ ઠકુરાઈ તુજ કે, બીજે નવિ ઘટે રે લો,
મા૦ જિ૦ રાગી દ્વેષી દેવ કે, તે ભવમાં અટે રે લો, મા૦. ॥४॥