વે દિન ક્યું ન સંભારે… સાહિબ તુમ અમ સમય અનંતો,
ઈકઠા ઈણ સંસારે. જિણંદા૦ ।। ૧ ।।
આપ અજર અમર હોઈ બેઠે,સેવક કરીએ કિનારે;
મોટા જેહ કરે તે છાજે, તિહાં કુણ તુમને વારે?.જિણંદા૦ ।। ૨ ।।
ત્રિભુવન ઠકુરાઈ અબ પાઈ, કહો તુમ કુણ સહારે;
આપ ઉદાસીન ભાવ મેં આયે, દાસકુક્યુંન સુધારે?. જિણંદા૦।।૩।।
તુંહિ તુંહિ તુંહિ તુંહિ, તુંહિ જે ચિત્ત ધારે; યાહિ હેતુ જે આપ સ્વભાવે,
ભવજલ પાર ઉતારે. જિણંદા૦।।૪ ।।
‘જ્ઞાનવિમલ’ ગુણ પરમાનંદે, સકલ સમીહિત સારે;
બાહ્ય અભ્યંતર ઇતિ ઉપદ્રવ, અરિયણ દૂર નિવારે. જિણંદા૦ ।।૫।।