કરુણાયર પ્રભુ વિનવું રે, વિનતડી અવધાર;
તુજ દર્શન વિણ હું ભમ્યો રે, કાલ અનંત અપાર;
જિણંદરાય! હવે મુજ પાર ઉતાર…||૧||
સૂક્ષ્મ નિગોદમાં હું ભમ્યો રે, પુદ્રલ પરિવર્ત અનંત;
અવ્યવહાર રાશિ વસ્યો રે, ભવ ક્ષુલ્લક અતિ જંત.||૨||
સૂક્ષ્મ થાવરપણું પામિયો રે, અનુક્રમે બાદર ભાવ;
જન્મમરણ પ્રભુ બહુ કર્યા રે, જિહાં સુખનો અટકાવ.||૩||
વિકલપણું પામ્યા પછી રે, તિરિ પંચેન્દ્રિય જાણ;
શુદ્ધ તત્ત્વ જાણ્યા વિના રે, ભમિયો નવનવ ઠાણ.||૪||
ઈમ કોઈ પૂરવ પુણ્યથી રે, મનુષ્ય જન્મ સુજાણ;
શુદ્ધ સામગ્રી સંયોગથી રે, દીઠો તું ત્રિભુવન ભાણ.||૫||
અનંતનાથ જિનેશ્વરુ રે, તારક તું જગદેવ;
“મોહન” કહે તુજ નામથી રે, ટળશે અનાદિ કુટેવ.||૭||