Karunayar prabhu vinavu re stavan gujarati lyrics

Karunayar prabhu vinavu re stavan gujarati lyrics

કરુણાયર પ્રભુ વિનવું રે, વિનતડી અવધાર;

તુજ દર્શન વિણ હું ભમ્યો રે, કાલ અનંત અપાર;

જિણંદરાય! હવે મુજ પાર ઉતાર… સૂક્ષ્મ નિગોદમાં હું ભમ્યો રે,

પુદ્રલ પરિવર્ત અનંત; અવ્યવહાર રાશિ વસ્યો રે,

ભવ ક્ષુલ્લક અતિ જંત. સૂક્ષ્મ થાવરપણું પામિયો રે,

અનુક્રમે બાદર ભાવ; જન્મમરણ પ્રભુ બહુ કર્યા રે,

જિહાં સુખનો અટકાવ. વિકલપણું પામ્યા પછી રે,

તિરિ પંચેન્દ્રિય જાણ; શુદ્ધ તત્ત્વ જાણ્યા વિના રે,

ભમિયો નવનવ ઠાણ. ઈમ કોઈ પૂરવ પુણ્યથી રે,

મનુષ્ય જન્મ સુજાણ; શુદ્ધ સામગ્રી સંયોગથી રે,

દીઠો તું ત્રિભુવન ભાણ. અનંતનાથ જિનેશ્વરુ રે,

તારક તું જગદેવ; “મોહન” કહે તુજ નામથી રે, ટળશે અનાદિ કુટેવ.

Related Articles

× CLICK HERE TO REGISTER