કયું જાણું કયું બની આવશે, અભિનંદન રસ રીત હો મિત્ત;
પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત હો મિત્ત. કયું૦ ।।૧ ॥
શુદ્ધ સ્વરુપ સનાતનો, નિર્મલ જે નિઃસંગ હો મિત્ત;
આત્મવિભૂતે પરિણમ્યો, ન કરે તે પરસંગ હો મિત્ત. કયું૦।।૨।।
પરમાતમ પરમેશ્વરું, વસ્તુગતે તે અલિપ્ત હો મિત્ત;
દ્રવ્યે દ્રવ્ય મિલે નહિં, ભાવે તે અન્ય અવ્યાપ્ત હો મિત્ત.કયું૦।।૩।।
પણ જાણું આગમ બળે, મિલવું તુમ પ્રભુ સાથ હો મિત્ત;
પ્રભુ તો સ્વસંપત્તિમયી, શુદ્ધ સ્વરુપનો નાથ હો મિત્ત. કયું૦॥૪॥
પર પરિણામિકતા અછે, જે તુજ પુદ્રલ યોગ હો મિત્ત;
જડ ચલ જગની એંઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત્ત. કયું૦।।૫।।
શુદ્ધ નિમિત્ત પ્રભુ ગ્રહ્યો, કરી અશુદ્ધ પર હેય હો મિત્ત;
આત્માલંબી ગુણાલયી, સહુ સાધકનો ધ્યેય હો મિત્ત. કયું૦।।૬।।
જિમ જિનવર આલંબને, વધે સધે એક તાન હો મિત્ત;
તિમ તિમ આત્માલંબની, ગ્રહે સ્વરુપ નિદાન હો મિત્ત. કયું૦।।૭।।
સ્વસ્વરુપ એકત્વતા, સાધે પૂર્ણાનંદ હો મિત્ત;
રમે ભોગવે આતમા, રત્નત્રયી ગુણવૃંદ હો મિત્ત. કયું૦।।૮।।