કુંથુ જિનેશ્વર જાણજો રે લાલ, મુજ મનનો અભિપ્રાય રે; જિનેશ્વર
મોરા તું આતમ અલવેસરુ રે લાલ, રખે તુજ વિરહો થાય રે; જિ૦
તુજ વિરહો કેમ વેઠીયે રે,
તુજ વિરહો દુઃખદાય રે જિ૦, તુજ વિરહો ન ખમાય રે;
ખિણ વરસા સો થાય રે જિ૦,
વિરહો તે મોટી બલાય રે. જિ૦ ।। ૧ ।।
તાહરી પાસે આવવું રે લાલ, પહેલા ન આવે તું દાય; જિ0
આવ્યા પછી તો જાયવુંરે લાલ,
તુજ ગુણ વશે ન સુહાયરે. જિ૦||૨||
ન મળ્યાનો ધોખો નહીં રે લાલ, જસ ગુણનું નહિં નાણ રે; જિ૦
મિલિયા ગુણ કલીયા પછી રે લાલ,
બિછુરત જાયે પ્રાણ રે. જિ।।૩||
જાતિ અંધને દુઃખ નહીં રે લાલ, ન લહે નયનનો સ્વાદ રે; જિ૦
સ્વાદ લહી કરી રે લાલ, હાર્યાને વિખવાદ રે. જિ૦ ॥४॥
બીજે પણ કીહાં નવિ ગમે રે લાલ, જિણે તુમ વિરહે બચાય રે; જિ૦
માલતી કુસુમે માલીયો રે લાલ, મધુપ કરીરે ન જાય રે.||૫||
જિ૦ |॥ ૫ ॥ વન દવ દાધાં રુખડાં રે લાલ, પલ્લવે વળી વરસાદ રે;
જિ૦ તુજ વિરહાનલનો બળ્યાંરે લાલ, કાલ અનંત ગમાત રે.||૬||