Kunthu jineshwar janajo re lal stavan gujarati lyrics

Kunthu jineshwar janajo re lal stavan gujarati lyrics

કુંથુ જિનેશ્વર જાણજો રે લાલ, મુજ મનનો અભિપ્રાય રે;

જિનેશ્વર મોરા તું આતમ અલવેસરુ રે લાલ, રખે તુજ વિરહો થાય રે;

જિ૦ તુજ વિરહો કેમ વેઠીયે રે, તુજ વિરહો દુઃખદાય રે જિ૦,

તુજ વિરહો ન ખમાય રે; ખિણ વરસા સો થાય રે જિ૦,

વિરહો તે મોટી બલાય રે. જિ૦ ।। ૧ ।। તાહરી પાસે આવવું રે લાલ,

પહેલા ન આવે તું દાય; જિ0 આવ્યા પછી તો જાયવુંરે લાલ,

તુજ ગુણ વશે ન સુહાયરે. જિ૦ા૨ ।। ન મળ્યાનો ધોખો નહીં રે લાલ,

જસ ગુણનું નહિં નાણ રે; જિ૦ મિલિયા ગુણ કલીયા પછી રે લાલ,

બિછુરત જાયે પ્રાણ રે. જિ।। – આ કેવા તું કામણ કરે…

જાતિ અંધને દુઃખ નહીં રે લાલ, ન લહે નયનનો સ્વાદ રે; જિ૦

સ્વાદ લહી કરી રે લાલ, હાર્યાને વિખવાદ રે. જિ૦ ॥४॥

બીજે પણ કીહાં નવિ ગમે રે લાલ, જિણે તુમ વિરહે બચાય રે;

જિ૦ માલતી કુસુમે માલીયો રે લાલ, મધુપ કરીરે ન જાય રે.

જિ૦ |॥ ૫ ॥ વન દવ દાધાં રુખડાં રે લાલ, પલ્લવે વળી વરસાદ રે;

જિ૦ તુજ વિરહાનલનો બળ્યાંરે લાલ, કાલ અનંત ગમાત રે.

જિ૦ ।।૬।। ટાઢક રહે તુજ સંગમેં રે લાલ, આકુળતા મીટી જાય રે;

જિ૦ તુજ સંગે સુખીયો સદારે લાલ,

“માનવિજય” ઉવજ્ઝાયરે જિ૦।।૭।।

Related Articles

× CLICK HERE TO REGISTER