કુંથુ જિનેશ્વર સાચો દેવ, ચોસઠ ઈન્દ્ર કરે જસ સેવ;
તું સાહિબ જગનો આધાર, ભવ ભમતાં મુજ નાવ્યો પાર;
સાહિબ સાંભળો! (૨) કહું છું મુજ મનની વાત.॥੧॥
પ્રશંસા ઉપર મુજ રીઝ, નિંદા કરે તે ઉપર ખીજ;
એ બે તુમને છે સમભાવ, તે માંગુ છું પામી દાવ. ॥२॥
પુદ્ગલ પામી રાચુ રે હું, તે નવિ ઇચ્છે પ્રભુજી તું;
એ ગુણ મોટો છે તુમ પાસ, તે દેતાં સુખીયો હોય દાસ. ॥३॥
વયરી સંતાપે જોર, કામે વાહ્યો ફરું જિમ ઢોર;
વળી દુઃખ દીયે ચાર ચોર, તુમ વિના કુણ આગે કરું શોર.||૪||
તુમથી ભાગ્યા લાગ્યા મુજ કેડ, ચિહુંગતિની કરાવે ખેડ;
જાણી તુમારો દે મુજ ને માર, તો કિમ ન કરો પ્રભુજી સાર ॥५॥
સેવક સન્મુખ જુઓ એકવાર, તો તે ન રહે લગાર;
મોટાની મીટે કામ થાય, તરણિ તેજે તિમિર પલાય.||૬||