કુંથુ જિનેશ્વર સાહિબ વિનંતી રે, અવધારો અરિહંત;
પ્રભુશું પ્રીતિ અછે મુજને ઘણી રે, તે નિરવહીયે સંત.||૧||
મહીમંડલમાં દેવ અછે ઘણાં રે, હું ન કરું તસ સેવ;
તુજ વિણ અવર ન કદીયે ઓલગું રે, તું મુજ એક જ દેવ.||૨||
અવર ન સેવું કંઈયે દેવતા રે, તુમ વિણ દીનદયાળ;
જલધર જલ વિણ અવર ન આદરે રે, જિમ જગે ચાતક બાલ.||૩||
અંગીકૃત જો નિરવાહો પ્રભુ રે, તો પૂરો મનની આશ;
દાસ તણી એ આશા પૂરતાં રે, સાહિબને શાબાશ.||૪||
નિશદિન ભાવે સાહિબ સેવતાં રે, જો નહિ પૂરો આશ;
તો એ જગમાં પ્રભુજી તુમ તણો રે, કુણ કરશે વિશ્વાસ.||૫||
મોટા નિશ્ચય આશા પૂરવે રે, જો સેવે ધરી નેહ;
જુઓ એ જગમાં ચાતક રે, પૂરે આશા મેહ.||૬||