ક્યારે બનીશ હું સાચો રે સંત,
ક્યારે થશે મારા ભાવનો રે અંત (૨ વાર)… ક્યારે બનીશ હું…
લાખ ચોરાશી ના ચોરે ને ચોટે,
ભટકી રહ્યો છું હું મારગ ખોટે, ક્યારે મળશે મુજને મુક્તિનો પંથ,
ક્યારે થશે મારા ભાવનો રે અંત ક્યારે બનીશ હું…
કાળ અનાદિની ભૂલો છૂટેના, ઘણું એ મથું તો એ પાપો ખૂટે ના,
ક્યારે લાવીશ એ પાપોનો અંત,
ક્યારે થશે મારા ભાવનો રે અંત ક્યારે બનીશ હું…
છકાય જીવની હું હિંસાય કરતો,
પાપો અઢારે જરૌના વિસરાતો માયાનો હું રટતો રે મંત્ર,
ક્યારે થશે મારા ભાવનો રે અંત ક્યારે બનીશ હું…
પતિત પાવન પ્રભુજી ઉગારો,
રત્નત્રયીનો હું યાચક તારો, સાધુ બની મારે થાવુ મહંત,
ક્યારે થશે મારા ભાવનો રે અંત ક્યારે બનીશ હું…