લઘુ પણ હું તુમ મન નવિ માવું રે,
જગગુરુ! તુમને દિલમાં લાવું રે;
કુણને દીજે એ શાબાશી રે,
કહો શ્રી સુવિધિ જિણંદ! વિમાસી રે.||૧||
મુજ મન અણુ માંહે ભગતિ છે ઝાઝી રે,
તેહ દરીનો તું છે માઝી રે;
યોગી પણ જે વાત ન જાણે રે,
એ અચરિજ કુણથી હુઓ ટાણે રે.||૨||
અથવા થિરમાંહે અથિર ન માવે રે,
મોટો ગજ દર્પણમાં આવે રે;
જેહને તેજે બુદ્ધિપ્રકાશી રે,
તેહને દીજે એ શાબાશી રે,||૩||
ઊર્ધ્વ મૂલ તરુવર અધ શાખા રે,
છંદ પુરાણે એહવી છે ભાષા રે;
અચરિજવાળે અચરિજ કીધું રે,
ભગતે સેવક કરજ સીધું રે.||૪||