Ladhu pan hu tum man Navi maavu re stavan gujarati lyrics

Ladhu pan hu tum man Navi maavu re stavan gujarati lyrics

લઘુ પણ હું તુમ મન નવિ માવું રે, જગગુરુ!

તુમને દિલમાં લાવું રે; કુણને દીજે એ શાબાશી રે,

કહો શ્રી સુવિધિ જિણંદ! વિમાસી રે.

મુજ મન અણુ માંહે ભગતિ છે ઝાઝી રે,

તેહ દરીનો તું છે માઝી રે;

યોગી પણ જે વાત ન જાણે રે,

એ અચરિજ કુણથી હુઓ ટાણે રે.

અથવા થિરમાંહે અથિર ન માવે રે,

મોટો ગજ દર્પણમાં આવે રે;

જેહને તેજે બુદ્ધિપ્રકાશી રે, તેહને દીજે એ શાબાશી રે,

ઊર્ધ્વ મૂલ તરુવર અધ શાખા રે,

છંદ પુરાણે એહવી છે ભાષા રે;

અચરિજવાળે અચરિજ કીધું રે,

લાડ કરી જે બાળક બોલે રે,

માતપિતા મન અમીયને તોલે રે;

શ્રી નયવિજય વિબુધનો શીશો રે,

“જશ” કહે એમ જાણો જગીશો રે.

Related Articles

× CLICK HERE TO REGISTER