લેતા મારા પ્રભુજી નું નામ,
આ દિલડું નાચી ઉંઠે છે નાચી ઉઠે છે એ તો રાજી રહે છે, લેતા મારા…
દુનિયા જોઈ ને દુનિયાદારી મેં જોઈ,
પ્રભુજી ના ચરણે વિશ્રામ આ દિલડું…
લાખ ચોર્યાશી ભટકી હું આવ્યો,
આપો પ્રભુ ચરણો માઁ સ્થાન આ દિલડું…
આશિષ આપો, પ્રભુ હાથ લંબાવો,
ના કરો મુજર્ને નિરાશ આ દિલડું…