મહામંત્ર છે મોટો જગમાં, એક જ શ્રી નવકાર રે
ધૂન લગાવો સાથે મળી સહું એ છે તારણહાર રે હે જી
મહામંત્ર છે મોટો જગમાં…
નમો અરિહંતાણં કહેતા તરીયે સાગર પાર રે
(२) નમસ્કાર હોજો સિધ્ધો ને, કોટિ કોટિ વાર રે (२)
આચાર્ય ભગવંતો ને હું, વંદુ વારંવાર રેધૂન લગાવો…
ઉપાધ્યાય સ્વાધ્યાય દઇને, કરે સદા ઉપકાર રે (૨)
સાધુની સેવા કરવાને, થાજો સૌ તૈયાર રે (૨)
એ પાંચેની ભક્તિ કરીને સફળ કરો અવતાર રે ધૂન લગાવો…
નવકારના અનેક ગુણો, ગણતા નાવે પાર રે (2)
એમાં પૂર્ણ પણે સમાયો ચૌદ પૂર્વનો સાર રે
(२) ધન્ય ધન્ય અવતાર જેનો, સમરે શ્રી નવકાર રે ધૂન લગાવો…