Mahaveer swami re vinanti sambhado stavan gujarati lyrics

Mahaveer swami re vinanti sambhado stavan gujarati lyrics

મહાવીરસ્વામી રે વિનંતી સાંભળો, હું છું દુખિયો અપાર;

ભવોભવ ભટક્યો રે વેદના બહુ સહી, ચઉગતિમાં બહુ વાર. ।।૧।।

જન્મમરણનુંરે દુઃખ નિવારવા, આવ્યો આપ હજૂર;

સમ્યગ્દર્શન જો મુજને દિયો, તો લહુ સુખ ભરપૂર.||૨||

 

રખડી રઝળી રે હું અહીં આવિયો, સાચો જાણી તું એક;

મુજ પાપીને રે પ્રભુજી તારજો, તાર્યા જેમ અનેક.||૩||

 

ના નહીં કહેજો રે મુજને સાહિબા, હું છું પામર રાંક;

આપ કૃપાળુ રે ખાસ દયા કરી, માફ કરજો મુજ વાંક.||૪||

 

ભૂલ અનંતી રે વાર આવી હશે, માફ કરજો મહાવીર

‘ઉદયરત્ન’ રે લળી લળી વીનવે, બાંહ્ય ગ્રહી રાખોને લાજ. ॥૫॥

Related Articles