મહાવીર જેની સમતા
તોલે કોઈ ન આવે ઉપસર્ગોં માં રાખે સમતા,
પરિષહો માં રાખે સમતા અનુકૂલતા માં પ્રતિકુલતા માં,
સમભાવે જે રહેતા, મહાવીર જેની…
ગોવાલ કાનમાં ખીલા નાખે,
ખરક જ્યાં આવી ખીલા કાઢે બન્ને પ્રસંગો અવિચલ રહીને
સાક્ષી ભાવે નિરખતાં મહાવીર જેની…
પરભાવો થી જે વિરમતા,
શુદ્ધ સ્વભાવે પ્રતિપલ રમતા સંકલ્પો ને વિકલ્પોના,
જાલા જે પરિહરતા મહાવીર જેની…
ઇચ્છાઓને જીતે મહાવીર,
સમતા રસમાં ઝીલે મહાવીર એના પગલે ચાલી અમે પણ
વરીયે સાચી સમતા મહાવીર જેની…