Mallinath jaganath charanyug dhyaiye stavan gujarati lyrics

Mallinath jaganath charanyug dhyaiye stavan gujarati lyrics

મલ્લિનાથ જગનાથ ચરણયુગ ધ્યાઈયે રે,

શુદ્ધાતમ પ્રાગભાવ પરમપદ પાઈયે રે;

સાધક કારક ષટ્ક કરે ગુણ સાધના રે,

તેહિ જ શુદ્ધ સરુપ થાયે નિરાબાધના રે.||૧||

 

કર્તા આતમદ્રવ્ય કાર્ય નિજ સિદ્ધતા રે,

ઉપાદાન પરિણામ પ્રયુક્ત તે કારણતા રે;

સંપદ દાન તેહ સંપ્રદાનતા રે,

દાતા પાત્રને દેય ત્રિભાવ અભેદતા રે.||૨||

 

સ્વ પર વિવેચન કરણ તેહ અપાદાનથી રે,

સકળ પર્યાય આધાર સંબંધ આસ્થાનથી રે;

બાધક કારક ભાવ અનાદિ નિવારવો રે,

સાધકતા અવલંબી તેહ સમારવો રે.||૩||

 

શુદ્ધ પણે પર્યાય પ્રવર્તન કાર્યમેં રે,

કર્તાદિક પરિણામ તે આતમ ધર્મમેં રે;

ચેતન ચૈતન્ય ભાવ કરે સમ વેતમેં રે,

સાદિ અનંતો કાળ રહે નિજ ખેતમેં રે.||૪||

 

પર કતૃત્ત્વ સ્વભાવ કરે ત્યાં લગી રે,

શુદ્ધ કાર્ય રુચિ ભાસ થયે નવિ આદરે રે;

શુદ્ધાતમ નિજ કાર્ય રુચિ કારક ફિરે રે,

તેહિ જ મૂળ સ્વભાવ ગ્રહે નિજ પદ વરે રે.||૫||

 

કારણ કારજ રૂપ અછે કારકદશા રે,

વસ્તુ પ્રગટ પર્યાય એહ મનમેં વસ્યા રે;

પણ શુદ્ધ સરુપ ધ્યાન ચેતનતા ગ્રહે રે,

તબ નિજ સાધક ભાવ સકળ કારક લહેરે.||૬||

 

માહરું પૂર્ણાનંદ પ્રગટ કરવા ભણી રે,

પુષ્ટાલંબન રુપ સેવ પ્રભુજી તણી રે;

“દેવચંદ્ર’ જિનચંદ્ર ભગતિ મનમેં ધરો રે,

અવ્યાબાધ અનંત અક્ષયપદ આદરો રે.||૭||

Related Articles